રાજકારણની રાણી - ૪૮

(63)
  • 4.7k
  • 4
  • 2.8k

રાજકારણની રાણી ૪૮- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૮જનાર્દન સુજાતાબેનની વાત પર વિચાર કરી રહ્યો હતો. તેમને રાજેન્દ્રકુમારના ભવિષ્યની ખબર છે એનો અર્થ એ થયો કે શંકરલાલજી સાથે એમની કોઇ વાત થઇ છે. મુખ્યમંત્રી તરીકે રાજેન્દ્રકુમારની કામગીરી 'માસ્તર મારે નહીં અને ભણાવે નહીં' જેવી રહી છે. અસલમાં રાજેન્દ્રકુમાર નસીબથી જ મુખ્યમંત્રી બની ગયા હતા. ગઇ ચૂંટણીમાં દાવેદારો ઘણા હતા. એકને મુખ્યમંત્રીપદ આપવા જાય તો બીજા નારાજ થાય એમ હતા. એટલે વચલા રસ્તા તરીકે ખાસ ક્ષમતા ધરાવતા ન હોવા છતાં સાલસ સ્વભાવના રાજેન્દ્રકુમારની પસંદગી થઇ હતી. એમના સમયમાં રાજ્યમાં વિકાસના નોંધપાત્ર કામો થયા ન હતા. પરંતુ પક્ષની સારી ઇમેજને કારણે લોકોએ બી.એલ.એસ.પી.