‘’ અનોખી જીત ‘' ભાગ ૧ - સોહમ બ્રહ્મભટ્ટ ‘’ સાગર આજ સવારથી જ ગભરાયેલો હતો ..ઓફિસે જઈ ને પણ તેનું મન ચિંતિત હતું..આકુળ વ્યાકુળ બનેલા સાગર એ ચાર પાંચ વખત કોફી પી લીધી હતી..ટીફીન પણ એમનું એમ જ હતું ..સતત વિચારોના વમળોમાં ફસાયેલો સાગર મોબાઈલમાં થોડી થોડી વારે મોબાઈલ માં મેસેજ ચેક કરતો હતો ....સાંજના ૭ વાગી ચુક્યા હતા ..ઓફીસનો સ્ટાફ પણ ઘરે જવા નીકળ્યો ...બધાથી રોજ ૧૦ - ૧૫ મિનીટ વહેલો જનારો સાગર આજે ૭ વાગે પણ નહોતો ગયો...