શાળાના સંસ્મરણો

  • 7.9k
  • 2.8k

શાળાના સંસ્મરણો આ એક એવો વિષય છે જેના પર હર કોઈ વ્યક્તિ કંઈક ને કંઈક લખી શકે . મેં લાલન-તેજસ થી લઈને દસમાં ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અને એક જ શાળામાં અભ્યાસ કરેલો . શાળાની મારી પાસે અઢળક સ્મૃતિઓ છે પણ મને એવું યાદ નથી કે ક્યારેય મેં શાળાએ ન જવાની જીદ્દ કરી હોય . શાળા હંમેશા મારી ગમતી જગ્યા રહી છે . લાલન-તેજસ ભણતી વખતે મમ્મી શાળાએ મૂકવા આવતા અને મને રસ્તા માંથી સાબુદાણા લઈ આપતા . એ સાબુદાણાની કિંમત ત્યારે આંઠ આના કે રૂપિયાથી વધુ નહીં હોય પણ એ આંઠ આના