આગે ભી જાને ના તુ - 28

  • 3k
  • 1.1k

પ્રકરણ - ૨૮/અઠ્ઠાવીસ ગતાંકમાં વાંચ્યું.... જામનગરમાં જમનાના લગ્ન કાંતિ સાથે નક્કી થાય છે અને પારેખ પરિવાર ગોળધાણા ખાઈ વડોદરા આવે છે. લાજુબાઈ જમનાના લગ્નને લઈને ઉત્સાહમાં છે તો અનંત પોલિસસ્ટેશનમાં ઇન્સપેક્ટરને મળવા જાય છે ત્યાં એને ખબર પડે છે કે લાજુબાઈ ખીમજી પટેલને મળવા આવી હતી અને હવે કોર્ટમાં ચુકાદો પણ આવવાનો છે..... હવે આગળ..... "એક વાત કરવી છે.... તમારા ઘરે જે બેન છે ને...શું નામ... યાદ આવ્યું, લાજુબાઈ, કાલે અહીં આવ્યા હતા ખીમજી પટેલને મળવા." "શું....?" એક આંચકા સાથે અનંત ખુરશીમાં બેસી ગયો, પણ તમે એમને મળવાની પરવાનગી કેમ આપી અને એમની વચ્ચે શું વાતચીત થઈ તમને કાંઈ ખબર