પ્રિયાએ દક્ષેશ સરને મળવા માટે ટાળ્યું, એની સાથે વાત-ચીત કરવાની બંધ કરી દીધી. એનો મતલબ એ નહોતો કે એનાં મનમાં કોઈ અપરાધ ભાવ હતો, પણ એ પોતાની લાગણીને જીવે ત્યાં સુધી આવી ને આવી ખીલેલી રાખવા માંગતી હતી. કારણ એ દિવસ પછી એનો નવો જન્મ થયો હોય એવું એને લાગ્યું હતું. એક નવી જ પ્રિયા એનામાં પ્રવેશી ગઈ હતી. એનું દિલ પ્રસન્ન અને મન આનંદિત બની ગયું હતું. પોતે ભોગવેલી માનસિક યાતના પળવારમાં પીગળી ગઈ હતી. એક સુંદર, સંપૂર્ણ સ્ત્રી તરીકે એણે પોતાની જાતને સ્વીકારવા લાગી હતી. કોઈનાં મ્હેણાં-ટોણાં કે દબાવની હવે એનાં પર અસર થતી ન હતી. પોતાની જાત