ગોધર વાડો

(24)
  • 6.7k
  • 1.9k

કરછ એકસપ્રેસ ટ્રેન ભુજ ના છેલ્લા સ્ટેશને આવી પહોંચી હતી. કારતક માસની આછી ગુલાબી ઠંડી કાન્તિભાઇ ને હંમેશ ગમતી. હવે તો ઘર ની બધી જવાબદારી તેમના દીકરાઓએ લઇ લીધી હતી.દિવાળી ની ટૂંકી રજા માં તે હંમેશ કચ્છ આવતાં. પણ આજે હૈયા માં અનેકો ઉમંગ અને ઉત્સાહ સાથે તે સ્ટેશનની બહાર ઊભા રહી પોતાના ગામે જવા કોઈ વાહન શોધી રહ્યા હતા. રિક્ષાવાળા ભુજ માંડવી ની બૂમો નાખી ગ્રાહકોને પોતાની રિક્ષામાં બેસવા માટે હિમાયત કરતા હતા. કાન્તિભાઇ ને થયું કે આજે તો મારે પ્રાઇવેટ વાહન કરીને જ જવું પડશે અને તરત જ તેને એક રિક્ષાવ