" રીજુલ, જો આ મારો બેડરૂમ, બે બેડરૂમ, હૉલ, કિચનનો નાનો એવો આ ફ્લેટ છે. અહીં તું મારી સાથે આરામથી રહી શકે છે. તાત્કાલિક તારે ઘર શોધવાની કોઈ જરૂર નથી તું પહેલાં તારી જોબમાં સેટલ થઈ જા પછી હું તને ઘર શોધી આપીશ." રીજુલની બેસ્ટ ફ્રેન્ડ કાશ્વી હસતાં હસતાં બોલી રહી હતી અને પોતાને માટે અને રીજુલ માટે કોફી બનાવી રહી હતી. રીજુલ અને કાશ્વી બંને બાળપણથી જ બેસ્ટ ફ્રેન્ડ હતાં. કાશ્વીના લગ્ન થયે એક વર્ષ પૂરું થયું હતું. રીજુલને રોમિલ નામના છોકરા સાથે લવ હતો. રોમિલ ખૂબજ સુખી-સંપન્ન ઘરનો દિકરો હતો. રીજુલની ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી તેથી