વિશ્વવિજેતા બનવા માટે કોઈ એક લક્ષણ પૂરતું ન થાય, એ માટે તો અનેક ગુણો અને લક્ષણોનું સંયોજન થવું જોઈએ. આવાં અનેક લક્ષણોની યાદી બનાવીએ તો એમાંથી એક લક્ષણ અલગ તરી આવે છે. આ એક લક્ષણનું એટલું મહત્ત્વ છે કે જો એ ન હોય તો બાકીનાં મોટા ભાગનાં લક્ષણો એકડા વિનાનાં મીંડાં જેવા બની જાય છે. સિકંદરના જીવન પર નજર નાખીએ તો સમજાય છે કે એણે આ એક લક્ષણને ખૂબીપૂર્વક વિકસાવ્યું હતું અને ખરું પૂછો તો સિકંદરના વિજેતાપદનું આ જ એક અતિ મહત્ત્વનું રહસ્ય હતું. સફળ વ્યક્તિની સાચી ઓળખ એ છે કે એને ઘણું બધું આવડતું હોવા