શીર્ષક વાંચીને ખયાલ આવી જ ગયો હશે કે આ કોઈ કુતરાની વાત છે . હા ટોમી એ એક કુતરાનુ જ નામ હતું પણ ટોમી ઘરે પાડેલો અને મોંઘા મોંઘા ફૂડ પેકેટ્સ ખાતો કે પછી મોંઘા શેમ્પૂ સાબુથી ન્હાતો કોઈ ઈંગ્લીશ બ્રીડનો કુતરો ન્હોતો . એ તો અમારી શેરીનો એક દેશી કુતરો હતો જે આખી શેરીનો પાળીતો થઈ ગયો હતો . ત્યારે ઘરે ઘરે કુતરા પાળવાનો ટ્રેન્ડ ઓછો અને શેરીના કુતરાને વ્હાલથી પાળવાનો ટ્રેન્ડ વધુ હતો . આજે કુતરાઓ કાર અથવા ફળિયામાં ન સુવે એના માટે જેવી લાલ પાણી ભરેલી બોટલો રાખવામાં આવે છે એવી મેં ટોમી