સરદારસિંહ રાણા

(12)
  • 12.4k
  • 1
  • 4.1k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાલો, મહાનુભાવોની મુલાકાત આગળ વધારીએ. આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.તેમનો જન્મ 11 એપ્રિલ 1870નાં રોજ, હિંદુતિથી મુજબ રામનવમીનાં દિવસે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કંથારિયા ગામે થયો હતો. તેમનાં પિતાનું નામ રવાજી રાણા અને માતાનું નામ ફૂલજીબા હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. મહાત્મા ગાંધી તેમનાં સહાધ્યાયી હતા. ગાંધીજી રાણાને વ્હાલથી 'સદુભા' કહેતા હતા. બંને ખૂબ જ સારા મિત્રો હતા. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ અને પુના ગયા.