અનંત સફરનાં સાથી - 7

(27)
  • 4.5k
  • 1
  • 2k

૭.સંજોગ કે સંકેત વહેલી સવારે મિશ્રા નિવાસમાં ખૂબ જ ચહલપહલ મચી હતી. ઘરનાં ગાર્ડનમાં હલ્દીની રસમની તૈયારીઓ થઈ રહી હતી. આખાં ઘર અને ગાર્ડનને પીળાં ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. અંકિતાના મમ્મી પીળી બનારસી સાડી પહેરીને બધી તૈયારી જોઈ રહ્યાં હતાં. કોઈ વસ્તુની ખામી નાં રહે. એ અંગે વારેવારે બધાંને સચેત પણ કરી રહ્યાં હતાં. ત્યાં જ અંદરથી રાજુભાઈ સફેદ ચૂડીદાર અને પીળાં કુર્તામા સજ્જ થઈને આવ્યાં. "શાને આટલી ચિંતા કરો છો. બધું બેસ્ટ જ થશે. આપણી લાડલી દિકરીનાં લગ્ન છે. કોઈ ખામી થોડી આવવાં દેશું." રાજુભાઈએ દામિનીબેનને ગાર્ડનમાં પડેલી એક ચેર પર બેસાડીને કહ્યું. દામિનીબેન ચારેતરફ એક નજર કરીને મુસ્કુરાઈ