કલંક એક વ્યથા...11હાલ બિંદુ ભારતની બદલે હોસ્પિટલમાં હતી. એના સપના ફરી નાઠારા નીકળ્યા, નઠારા જ નીકળેને એ સપના હતા, પણ પાયા વગરના, એ એને પણ ખબર હતી. પાસપોર્ટ કે ટીકીટ વગર નિકળી ગઈ હતી ઘરે થઈ ખાલી એક કાગળના સહારે.હવે આગળ જોઈએ........એમ્બ્યુલન્સના અવાજ અને નર્સ ડોક્ટર્સની ઘમાઘમ એ બધુ બિંદુ હોસ્પિટલના રુમના કાચના બારણામાંથી જોઈ રહી હતી. આંખો ચકળવકળ હતી પણ જીભ ઉપાડવાની તાકત ન હતી,- કે એ ઉપાડવા ઈચ્છતી ન હતી. એણે અલી અને મનજીતસિંહ સામે પણ ઘણી વાર ત્રાંસી નજરે જોઈ લીધુ હતુ. એ બંને વાતો કરતા હતા. " અલી, આ કોણ હશે..? આપણે એને મદદ કરવી..? એકલી સ્ત્રીને