આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-18

(25)
  • 4.3k
  • 2
  • 1.7k

આસ્તિક"અધ્યાય-18 આસ્તિકે માતા જરાત્કારુની આજ્ઞા લઇને ઋષિપુત્ર સાથે જંગલમાં સુગંધીત હવનસામગ્રી એકઠી કરવા ગયાં. બંન્ને જણાં વાતો કરતાં કરતાં જંગલાં જઇ રહ્યાં હતાં. જાતજાતનાં નાના સુંદર છોડમાંથી સુગંધીત દ્રવ્યો એકઠાં કરતાં જતાં હતાં. ગુગળ, જાવંત્રી, કેવડો વગેરે એકઠા કરતાં જતાં હતાં એક આખો છાબ ભરીને આસ્તિક આગળ વધી રહેલો ત્યાં એણે જુદીજ જાતનું વિચિત્ર રંગબે રંગી વૃક્ષ જોયું એનાં પર્ણનો રંગ જાણે બદલાતો હતો એને તાજ્જુબ થયું કે આવું કેવું વૃક્ષ. એમાં એટલાં આકર્ષક સુંદર ફૂલો હતાં અને ખાસ તો એમાંથી માદક સુગંધ આવી રહી હતી જે મનને મોહીને તરબતર કરી રહેલી. ઋષિપુત્ર અને આસ્તિક બંન્ને જણાં આકર્ષાઇને એ તરફ