ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6

(14)
  • 10.5k
  • 4
  • 4.5k

(1) અવળા ગણેશ બેસવા...● ભીખુએ નવી સવી ઝેરોક્ષ & લેમીનેશનની દુકાન કરી હોય . બધી તૈયારીઓ જોરશોરથી થઈ ગઈ હોય . મશીનો દુકાનમાં ગોઠવાઈ ગયા હોય . સગા વ્હાલા , દોસ્ત મિત્રોને ઉદ્ઘાટન ના કાર્ડ અપાય ગયા હોય . ને બરાબર ઉદ્ઘાટન ના દિવસે સવારે જ નજીકના સબસ્ટેશન મા ધડાકો થાય ને આખો દિવસ પાવર ન આવે . ભીખુ આખા દિવસમાં એક ઝેરોક્ષ કાઢી ન શકે અને એકાદ બે પેન વેચીને દિવસ નીકળે . ઉપરથી ઉદ્ઘાટન મા આવેલા મહેમાનોને નાસ્તા કરાવવા પડે એ તો જુદા આને કહેવાય અવળા ગણેશ બેસવા .■ અર્થ : - કોઈ કામમાં શરૂઆતથી જ વિઘ્ન આવવું