કયારેક પોતાના દિલમાં વસતા, જેને આપણે દિલોજાનથી ચાહતા હોઈએ છીએ, એજ વ્યક્તિ આપણને સૌથી વધુ દુઃખ આપે છે, ત્યારે આપણે કાંચની માફક તુટી જતા હોઈએ છીએ, પ્રેમ શબ્દ પરથી વિશ્વાસ ઉડી જાય છે, પણ પછી ભગવાન કંઈક એવું કરે છે કે, આપણે ફરી પાછા પ્રેમ ને આપણા જીવનમાં આવકાર આપવા સહમત થઈએ છીએ. સપના સાથે પણ સમયે આવીજ રમત રમી છે, જોઈએ હવે આગળ શું થશે. સપના રુદ્રાક્ષ વિશે વિચારતી કેબીનમાં બેઠી હોય છે, પણ આજ એનું મન એકદમ અશાંત છે, આજ સપના રાજ અને રુદ્રાક્ષ બંને ના વિચાર કરે છે. કે