રાજકારણની રાણી - ૪૬

(58)
  • 5.1k
  • 3
  • 3k

રાજકારણની રાણી ૪૬- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૬સુજાતાબેનની મુખ્યમંત્રી સાથેની મુલાકાત રાજકારણમાં ગરમાટો લાવી ગઇ હતી. જનાર્દન કરતાં આગળનું વિચારનારા રાજકારણીઓ ઘણા હતા. રાજકારણને જાણતા-સમજતા જનાર્દનને એ વાતનો ખ્યાલ આવતાં સમય ના લાગ્યો કે મુખ્યમંત્રીએ સુજાતાબેનને અભિનંદન આપવા તો ના જ બોલાવ્યાં હોય. ટીવી ચેનલો પર છેલ્લા એક કલાકથી સુજાતાબેનની જ ચર્ચા હતી. વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પક્ષના ઘણા સિનિયર ઉમેદવારો આ મુલાકાતથી નારાજ હોવાના અહેવાલો અખબારોની વેબસાઇટો પર આવી રહ્યા હતા. પત્રકારોનું કહેવું હતું કે પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે નિશ્ચિત જણાય છે પરંતુ આટલા વર્ષોના રાજકારણના અનુભવ પછી સુજાતાબેનનું રાજકારણમાં અને પાટનગરમાં વજન વધી રહ્યું છે એ એમની