શબ્દો ની અસર

(14)
  • 3.4k
  • 1
  • 1.1k

"શબ્દોની અસર." -@nugami. છાયા દરરોજ સવારે ચાલવા માટે જાય.એને ચાલવું ખૂબ જ ગમતું. ગમે તેવી ટાઢ હોય,ગમે તેવો તાપ હોય કે ગમે તેવો વરસાદ. જવાનું એટલે જવાનું.સગવડ કરી ને પણ જવાનું જ.એ માનતી હતી કે,સવાર સવાર માં કુદરત ને જો આપણે માણીએ,તો આખો દિ' કુદરત આપણને સાચવે,એટલી શક્તિ છે આ પરોઢના ખોળામાં.પ્રફુલ્લિત મન,હૈયે હેત રાખી ને એ ચાલતી.ચાર રસ્તે સવાર માં વહેલા માત્ર એક કેબિન ખુલ્લી હોય.અને કેબિન ચલાવવા વાળા માસી એટલે અમી માસી. એમની આ કેબિન ગજરા ,ફૂલની ફોરમ થી પ્રફુલ્લિત રહેતી.છાયા પાછા વળતાં સમયે દરરોજ એક ગજરો અને એક ગુલાબ