ગુનાહ કે બદલો

(15)
  • 3.3k
  • 1
  • 1.2k

સ્કૂલ ટાઈમ દરમિયાન સ્ટાફના તમામ શિક્ષકોનો મોબાઈલ ઓફિસમાં જમાં કરી દેવામાં આવતો પણ એનો મોબાઈલ એની પાસેજ રહેતો હતો. એણે જે સ્કૂલમાં ઇન્ટર્નશીપ કરી એજ સ્કૂલમાં એને નોકરી મળી ગઈ હતી. એનામાં એક સારા શિક્ષકનાં તમામ ગુણો હતા. પણ મોર્ડન જમનાનો શિક્ષક હતો દેખાવ મા પણ સારો. લંબગોળ ચહેરો આછી દાઢી મુંછ. આંખ પર ગોગલ્સ હોય તે ફક્ત સ્કૂલ અને ક્લાસ માંજ આંખ પરથી નિકળતા. બાઇક પર જતો હોય ત્યારે વાળ હવામાં ઉડતાં હોય. વેકેશન પુરું થવાં આવ્યું હતું તે સમયે સ્કૂલ માંથી નોકરી માટે ફોન આવેલો અને એણે એમ.ઍ. કરતાં કરતાં નોકરી કરવાનું શરું કરી દીધેલું.. પ્રાઇવેટ સ્કૂલ હતી.