કહાની કોરોનાની - 1 - હુંતોહુતી

  • 3.3k
  • 1.3k

"તને કેટલી વખત કહ્યું? મારી સામે આવીને આમ દરેક વખતે ઉભી ના થઈ જઈશ... મારા બનતા બધા જ કામ બગડી જાય છે." એક વ્યક્તિ જોરજોરથી આ બાબત બોલી રહી હતી. એટલામાં સામે બીજી વ્યક્તિનો પણ એટલી જ તીવ્રતાથી અવાજ આવ્યો, "મેં કઈ બગાડ્યું નથી તમારું, આ મારો નહિ સરકારનો નિર્ણય છે. આમાં કોઈપણ રીતે મારો વાંક જ નથી. તો તમે શેના આટલા બુમબરાડા પાડી રહ્યા છો." "આ તારું થોબડું... સવારમાં જે જુએ એનો આખો દિવસ ખરાબ જાય. કઈ રીતે કહી શકે તું, કે તારો કોઈ વાંક નથી...." બુમાબુમ વધી રહી હતી, પણ ઝઘડો સુલજાવવા માટે આસપાસ કોઈ નહતું. સરકારના લોકડાઉનના