લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ

  • 4.7k
  • 2
  • 1.2k

‘ લોકશાહી ‘ શબ્દ સાંભળતાં જ અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનું એક પ્રસિદ્ધ વાક્ય યાદ આવે કે, લોકશાહી એટલે " લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. " લોકશાહી વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે અને ઘણું કહેવાયું છે એટલે આજના મારા આ લેખનો આશય વાંચક મિત્રોને લોકશાહી વિશે સમજાવવાનો જરાય નથી. છતાં પણ લોકશાહી વિશે ટૂંકમાં કહું તો, લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા શાસન ચાલતું હોય છે. હવે દરેક વ્યક્તિ પોતાનો કામ ધંધો છોડીને નેતાગીરી તો ન કરી શકે, એટલે જે તે મતવિસ્તારના લોકો પોતાનો એક પ્રતિનિધિ ચૂંટીને રાજ્યની વિધાનસભા કે દેશની સંસદમાં મોકલે છે. જ્યાં તે પ્રતિનિધિ પોતાના