ભોળો શંકરજ્યારે અત્યાર ના જમાના માં ભોળા ને મૂર્ખ અને લુચ્ચા ને ચાલાક અથવા હોંશીયાર ગણવામાં આવે છે, છતાં પણ કેમ જાણે પોતાના ભોળપણ થી બીજાના જીવન મહેકાવી દે એવા અસંખ્ય લોકો હજી પણ છે આ દુનિયામાં. આ બધી ફિલ્મી વાતો છે અથવા તો કામ વગર ની ફિલોસોફી, એ જ અભિગમ છે મેક નો. મેક એક સફળ વ્યવસાયી જેણે પોતાની મહેનત અને મૂડીવાદી વિચારધારા થી મોટો બિઝનેસ ઉભો કર્યો છે. આમ તો ભારત આવવામાં મેક ને જરા પણ રસ ન હતો પણ સગી માં ને વચન આપ્યું તું કે તેવડ થશે તો ગામ માં શાળા બનાવીશ. એટલે એ માં ને આપેલું વચન