ખૂણાંમાં મૂકી રાખ્યું છે, મને કારણ કે ઉંમરથઈ જવાને લીધે મારો વપરાશ હવે શક્ય નથી. યુવાનીમાં બહુ સાથ આપ્યો છે મે મારા ઘરના દરેક સભ્યનો. દરેકનો બોજો ઉઠાવ્યો છે મેં મારા પર. દરેક સભ્યને પોતાની મનગમતી વસ્તુ અપાવામાં મદદ કરી છે ને આજે જ્યારે હું વૃધ્ધ થઈ ગયો છું ત્યારે પડી રહ્યો છું ઘરના એક અંધારા ખૂણાંમાં. જ્યાં ફ્કત મારું સાથીદાર અંધારું છે. આજે હું તમને મારી વ્યથા મારા શબ્દોમાં કહીશ.આજથી વીસ વષઁ પહેલાં મને આ ઘરનાં એક નવા સભ્ય બનવાનું બહુમાન મળ્યું હતું. ને હું એ જ દિવસથી આ ઘરમાં દરેકનું માનીતું બની ગયું હતું. મારા આ નવા ઘરમાં મારા પ્રેમાળ લીલાબા મારા દાદાજી શાંતિલાલ શાહ. એમના સુપુત્ર કશ્યપભાઈ ને મારા કલગીબેન