*માહોલ અને મન*Be positive.. અત્યાર સુધી દરેક પરિસ્થિતિમાં કારગત નિવડતો આ મંત્ર! પણ હવે એમ કહેવું પડે છે કે પોઝિટિવ ને નેગેટિવ કરવામાં હાંફી ગયા છીએ!હમણાં દરેક જગ્યાએ ભીતિ અને ભયાવહ માહોલ જણાય છે છતાંયે જીવન જીવવા કે એનો ભાર વેંઢારવાની પ્રક્રિયા જારી રાખવી પડે છે ને!રોજની દિનચર્યામાં કરફ્યુ,માસ્ક સેનિટાઈઝર અને એમ્બ્યુલન્સનાં ડિસ્ટર્બ કરતાં સાઈરનો સિવાય ક્યાં કશો ફેર છે?!વિચારીએ તો ઘણું બધું છે અને ન વિચારીએ તો "જો હોગા દેખા જાયેગા" જેવું છે. હાલનો આ કોરોનીયન માહોલ ભલભલાને હચમચાવી રહ્યો છે!હાલી ગયા છે મન અને મગજ,લાગણીઓમાં ચઢાવ-ઉતાર અનુભવાઈ રહ્યા છે.ન્યૂઝપેપર્સ,ન્યૂઝ ચેનલ્સ મન-મગજ પર હાવિ