૩.નવી લડાઈ "પપ્પા પ્લીઝ આવું નાં કરો. મારું બનારસ જવું જરૂરી છે." રાહી મહાદેવભાઈ આગળ વિનંતી કરી રહી હતી. "કહ્યું ને તું ક્યાંય નહીં જાય. આ વખતે તારી એક પણ જીદ્દ નહીં ચાલે." મહાદેવભાઈ તેમનાં નિર્ણય પર મક્કમ હતાં. "પણ પપ્પા.." રાહી આગળ કંઈ બોલે. એ પહેલાં જ તેનાં ગાલ પર એક થપ્પડ પડી. એ સાથે જ રાહીની આંખ પણ ખુલી ગઈ. તેણે ઉભાં થઈને રૂમમાં ચારેતરફ નજર કરી. રૂમ આખો ખાલી હતો. દિવાલ પર લટકતી ઘડિયાળ સવારનાં સાતનો સમય બતાવી રહી હતી. રાહીના કપાળે ઠંડીમાં પણ પરસેવાની બુંદો બાઝી ગઈ હતી. તેણે થોડીવાર પહેલાં જ એક ભયંકર સપનું જોયું