સુંદરી - પ્રકરણ ૮૮

(139)
  • 5.8k
  • 8
  • 2.8k

અઠ્યાશી “હાઈ... કેમ છો?” વરૂણનું હલ્લો સંભળાતા જ સુંદરીએ ઉત્સાહભેર કહ્યું. “એકદમ મજામાં તમે?” વરુણ સુંદરીનો મીઠો અવાજ સાંભળતા કાયમની જેમ પીગળવા લાગ્યો હતો. “અરે વાહ! તમે તો મારા ખબર પણ પૂછ્યાં? થેન્ક્સ!” સુંદરીના અવાજમાં તોફાન હતું. “એટલે? હું સમજ્યો નહીં.” વરુણ ગૂંચવાયો. “હા, મને એમ કે તમે અત્યારે પણ મારા કેમ છો ના જવાબમાં ફક્ત સ્માઈલ જ કરશો તમારા ફોનની સામે, પણ એ તો હું જોઈ નહીં શકું.” સુંદરી હવે વરુણની મશ્કરી કરવાના બરોબર મૂડમાં હતી. “હેં?” વરુણને ખબર ન પડી કે સુંદરી શું કહેવા માંગતી હતી. “અરે! હમણાં થોડી વાર પહેલાં જ જ્યારે મેં તમને વોટ્સએપ પર