છ્યાંશી સુંદરીનું વરૂણનું નામ લેવાથી રૂમમાં સોપો પડી ગયો. પ્રમોદરાય અને જયરાજ ડઘાઈ ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા અને માલિની પણ એ જ અવસ્થામાં જયરાજની સામે જોવા લાગી. સુંદરીને ખ્યાલ આવ્યો કે તેના મનમાં રહેલી અસમંજસનો ઉકેલ અચાનક જ તેના હોઠોના માર્ગે બહાર આવી ગયો છે અને અત્યારસુધી તે જે હકીકતનો સ્વિકાર કરતાં ડરતી હતી એ હકીકત તેણે ભલે ગુસ્સામાં પણ સ્વીકારી લીધી છે. સુંદરીને અચાનક જ હળવાશનો અનુભવ થયો અને તેનું રોમેરોમ કોઈ અજાણી ઉત્તેજના અનુભવવા લાગ્યું, તે ધ્રુજી રહી હતી, તેનું શરીર ઢીલું પડવા લાગ્યું અને પરસેવો પણ થવા લાગ્યો. સુંદરીનો ગુસ્સો આપોઆપ પીગળવા લાગ્યો, પરંતુ