વણનોંધાયેલ ગુન્હો ભાગ-૩

  • 4.6k
  • 1.6k

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૩ રઘુભાનાં સ્ટાફમાં પિયૂન કાકાને બાદ કરતા અન્ય કુલ દસ જણા. તેમાં ચાર મહિલાઓ અને છ પુરૂષો. આ ચાર મહિલાઓની માંડીને વાત કરીએ તો આ ચાર મહિલાઓ પૈકી એક મહિલાઓની ઉંમર આશરે ૬૦ થી ૬૩ વર્ષની, એક મહિલા ૫૦ - ૫૫ વર્ષની અને બીજી બે મહિલા ૪૦ વર્ષથી ઓછી વયની. આ ચારેય મહિલાઓમાં સિનિયર સીટીઝન મહિલા જે છે એ રઘુભાની ઓફિસમાંથી જ સિનીયર સીટીઝન પ્રોટેક્શન સ્ક્વોડનાં અધ્યક્ષ છે. અન્ય એક મહિલા જે ૫૦-૫૫ વર્ષની છે તે મહિલા સુરક્ષા અને કલ્યાણ અંગેની શાખા –ચેઇન ચલાવે છે. અને બાકીની બે મહિલાઓ પૈકી એક મહિલા સુરક્ષા અંગે અને અન્ય એક મહિલા