વૃદ્ધાવસ્થા - ડેસર્ટ અને બીલ ચુકવણી

  • 5.7k
  • 2
  • 1.5k

વૃદ્ધાવસ્થા : ડેસર્ટ અને બિલ ચુકવણીબાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા- કોઈ પણ મનુષ્યને આ 3 તબક્કામાંથી પસાર થવું જ પડે છે. બાળપણ એટલે ઉદ્દભવથી વિકાસ તરફ ડગ ભરવાં, યુવાની એટલે આપણાં અસ્તિત્વનો હેતુ પૂર્ણ કરવો. તે માટે શરુનું બાળપણ એટલે વોર્મિંગ અપ, યુવાની એટલે મંઝિલ ભણી દોટ અને વૃદ્ધાવસ્થા એટલે ધીમેધીમે ગતિ મંદ પડવી, પાડવી. શૂન્યમાંથી સર્જન થયેલું તો ફરીથી શૂન્ય પ્રતિ પ્રયાણ.દરેક અવસ્થાનું પોતાનું સૌન્દર્ય હોય છે, પોતાની રીતે એ અવસ્થા માણી લેવાની હોય છે. શૈશવ એટલે કળીનો ફૂલ બની ખીલવાનો, વિકાસ પામવાનો સમય.વિસ્મય, આનંદ, કિલ્લોલ, તેજ ગતિ, કુતુહલ, રમતિયાળપણું અને વિકાસ એ શૈશવનાં મુખ્ય લક્ષણો છે.મકાનને જેમ પાયો ખોદી સિમેન્ટ ભરી ઉંચાઈ