સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી – દિવ્યેશ ત્રિવેદી

  • 3.7k
  • 1.1k

કહેવાય છે કે મહાન સિકંદર પોતાના દરબારીઓ, સૈનિકો અને નિકટના સાથીઓના જીવનની મહત્ત્વની ઘટનાઓને પ્રસંગોપાત યાદ કરીને સંબંધોના સેતુને સંસ્મરણો દ્વારા મજબૂત કરતો રહેતો. આપણા કોઈક મિત્રને એના જન્મ દિવસે કે લગ્નતિથિએ યાદ કરીને અભિનંદન પાઠવીએ તો એને ખૂબ આનંદ થાય છે અને એ આત્મીયતાનો અનુભવ કરે છે. આવી શુભચેષ્ટા ક્યારે અને કેવી રીતે કામ લાગે છે એની આપણને ખુદને ખબર નથી હોતી. ક્યારેક કોઈક વ્યક્તિ આપણને ઘણા સમય પછી રસ્તામાં મળી જાય અને ‘કેમ છો?’ પૂછે ત્યારે જો આપણે એને ઓળખી જ ન શકીએ તો એને અપમાનિત થયાની લાગણી થાય છે, એની લાગણી ઘવાય છે.