પંચ્યાશી “કાલે પહેલી ટ્વેન્ટી૨૦ મેચ છે ને? એટલે વિચારી રહી હતી કે તમે રમશો કે નહીં? તમને પૂછવું કેવી રીતે? મોબાઈલ પર કોલ પણ ન કરી શકાય કારણકે ઇન્ટરનેશનલ રોમિંગ પર હોવ તમે. મેસેજ કરું અને તમે પ્રેક્ટીસમાં હોવ અને પછી મોડું થઇ જાય તો? બસ... આમ જ વિચારતી હતી.” સુંદરીએ વરુણની ઉત્કંઠા શાંત કરી. “હા, કાલે મેચ છે અને હમણાંજ ટીમ મિટિંગ પૂરી થઇ. અમે બધાં ડિનર લેવા જતાં હતાં એટલે મને થયું કે એ પહેલાં તમારી સાથે વાત કરી લઉં.” વરુણે વાત આગળ વધારી. “ઓહો. તમે તો હવે મોટા મોટા અને સ્ટાર ક્રિકેટર્સ સાથે લંચ અને ડિનર