અનંત સફરનાં સાથી - 2

(27)
  • 4.8k
  • 1
  • 2.5k

૨.એક મક્કમ નિર્ણય વહેલી સવારે જ્યારે રાહીની આંખ ખુલી. ત્યારે સવારનાં પાંચ થયાં હતાં. રાહી ઉઠીને જોગિંગ સુટ પહેરીને જોગિંગ પર નીકળી ગઈ. અમુક વખતે મનને શાંત કરવાં મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા રાહી જોગિંગનો રસ્તો અપનાવતી. આમ તો રાહીને મોડાં સુધી સુવાની આદત હતી. પણ રાહી પોતાની મુસીબતનો રસ્તો બીજું કોઈ શોધી આપશે. એવી ખોટી ઉમ્મીદ કોઈ પાસે રાખી નાં શકતી. બસ એનાં જ કારણે તે ક્યારેક વહેલાં ઉઠીને એક અલગ સફર પર નીકળી પડતી. જેનો એક અંત તો હતો. પણ એમાંય એક નવી શરૂઆત છુપાયેલી હતી. રાહી ઘરેથી દોડતી આવીને વસ્ત્રાપુર તળાવ પાસે એક ઝાડ નીચે રહેલાં બાંકડા