અણજાણ્યો સાથ - ૧૧

(21)
  • 4.8k
  • 1
  • 2k

રાજ બધાને બાર વાગે નીચે આવવાનું કહે છે, કયાં જવાનું છે એની કોઈને ખબર નથી પણ સપનાની ઉદાસ આંખો જોઈને વસંતભાઈને અંદાજ આવે છે કે વાત જરૂર સપનાને લગતી હોવી જોઈએ! બાર વાગ્યાની સાથે વસંતભાઈનો પરિવાર નીચે મળે છે, પછી રાજના કહેવા અનુસાર બધા ગાડીમાં બેસી જાય છે. સપનાની ઉદાસી જોતા વસંતભાઈ અને વિણા બેન પણ કંઈજ ન બોલતા ચુપ બેસે છે. ૩૦ મિનીટની ડ્રાઈવ બાદ રાજ ગાડી રોકે છે અને પછી બધા નીચે ઉતરે છે. પછી બધા રાજની પાછળ ચાલવા લાગી જાય છે. રાજ એક અનાથાશ્રમની બહાર ઉભા રહીને કહે છે, બસ પહોંચી ગયા! સપનાની આંખોમાં જોતા રાજ કહે