ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 30

(39)
  • 3.6k
  • 2
  • 858

રીંછને મારનાર હાર્ડી. ************* મહાકાય રીંછ ભેંદી તીરથી વીંધાઈને એકબાજુ પડ્યું પડ્યું તરફડી રહ્યું. રોબર્ટ અને મેરી અવાચક નજરે એકબીજા સામે જોઈ રહ્યા. અચાનક આ તીર આવ્યું અને રીંછ વીંધાઈ ગયું. પણ આ તીર આવ્યું ક્યાંથી એ વાત વિશે બન્ને હજુ અસંમજમાં હતા. "મેરી આ તીર.' રોબર્ટ એટલું બોલ્યો ત્યાં તો એની સામે એક પડછંદ પુરુષ આવીને ઉભો રહ્યો. લાબું શરીર, ભૂરી લાલ આંખોં, વધેલી દાઢી અને વાળ , શરીર પૂરતા કપડાં પણ એકદમ લઘર-વઘર અને મેલાઘેલા, ગરમીમાં વધારે રખડવાને કારણે કાળી પડી ગયેલી ગોરી ત્વચા, એક હાથમાં છુટ્ટુ તીર, બીજા હાથમાં કોઈક લાકડામાંથી બનાવેલું ધનુષ્ય, પીઠ પાછળ