ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૭ )

(11)
  • 2.9k
  • 2
  • 1.1k

મુખીએ પોતાની ઝોલી જેવી બેગ માંથી એક ટોર્ચ કાઢી અને આગળ ગર્ભગૃહ તરફ ચાલતા થયા . મુખીએ અંદર પ્રકાશ નાખી જોયું કે અંદર પરિસ્થિતિ શુ છે ...!!? અંદર બધું ઠીક હતું , અવાજનું ઉદગમ સ્થાન ક્યાંય મળતું નહોતું . તેથી છએ જણા અંદર પ્રવેશ્યા અને અંદરના ભાગો તપાસી રહ્યા હતા . ખંડેર થઈ ગયેલા મંદિરનો અંદરનો ભાગ પણ ખરાબ હાલતમાં હતો . ભેજ અને ચામાચીડિયાના મળના લીધે અસહ્ય માથું ફાડી નાખે એવી ગંધ આવી રહી હતી .હાલતો મૂર્તિની જગ્યાએ ખાલી પથ્થર હતો જેના પર એક સમયે મૂર્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણ એક બિરાજમાન હતા , મૂલ્યવાન મૂર્તિ તો ક્રૂર