ધારાવાહિક:- મારા કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘરધરતીનો છેડો ઘર, જયાં મનને શાંતિ મળે એ ઘર, થાક્યો માણસ તાજગી અનુભવે તે જગ્યા ઘર, બાળક જયાં કિલકિલાટ કરે તે જગ્યા ઘર, મોટા મોટા મહેલ હોય કે હોય નાનું ઝૂંપડું, દરેકને વ્હાલું પોતાનું ઘર. કરે સજાવટ સૌ કોઈ ઘરની, હોય એ ગરીબ કે અમીર. જીવનભરની યાદો સમાવે એ ઘર. ભલે બન્યું હોય ચાર દિવાલોથી, સમાવે સૌને એ ઘર. સાક્ષી પૂરે છે દરેક ઘર, નાનાં નાનાં ઝગડાઓ હોય કે હોય ખુશીઓનાં પ્રસંગ. એક જ વાત યાદ રાખવી ઘર છે એક મંદિર, જો રાખો એને મનથી નહીં તો બની જશે એ ખંડેર લાગણીઓના અભાવથી.માનવી