વાઘેલાયુગ કીર્તિકથા - 8

  • 2.7k
  • 1
  • 1k

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા અર્જુનદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૬૨થી ઇસવીસન ૧૨૭૫) ➡ સમય બહુ જ બળવાન છે. વાઘેલાયુગના એક રાજા સારું શાસન કરીને મૃત્યુ પામ્યા. સોલંકીયુગને અસ્ત થયે પણ ૨૦ વરસનું વહાણું વીતી ચુક્યું હતું. સવાલ એ છે કે અણહિલવાડ પાટણ સિવાય ગુજરાતમાં બીજે બધે પરિસ્થિતિ કેવી હતી? રાજા વીસલદેવનાં સમયમાં એક મોટી કુદરતી આફત આવી પણ બધાએ હળીમળીને એકજુથ થઈને એ આફતમાંથી હેમખેમ બહાર આવ્યાં એ સારું જ કહેવાય. ગુજરાતે જે આ દુષ્કાળમાં એકતાનો પરિચય સૌને કરાવ્યો એ ઇસવીસન ૧૨૬૩ પછી માત્ર ૩૫ વરસે ૧૨૯૮માં અમાનવીય આફત એટલે કે ખિલજીનાં આક્રમણ વખતે બતાવ્યો હોત તો વધુ સારું થાત !