એક પૂનમની રાત - 1

(174)
  • 19.5k
  • 16
  • 12.3k

પ્રકરણ-1 દેવાંશ તું આમ ક્યાં સુધી આ થોથાઓ ઉથાપ્યા કરીશ ? ક્યારનો વાંચ વાંચ કરે છે ? આ નાની ઉંમરમાં ડાબલા આવી જશે દૂધની બાટલીનું તળીયું હોય એવાં જાડા કાચનાં ચશ્મા પહેરવાં પડશે. ઉઠ ઉભો થા અને ન્હાવા જા જો ઘડીયાળમાં કેટલા વાગ્યા છે હજી તું ન્હાઇશ ક્યારે ? જમીશ ક્યારે ? સૂઇ ક્યારે જઇશ ? એવું તો આ પુસ્તકોમાં શું બળ્યુ છે કે નજર ઊંચી નથી કરતો. માં તમે પણ શું આમ રોજ માથું ખાવ છો ? દેવાંશ માથું ખંજવાળતો કંટાળા સાથે ઉભો થયો અને બોલ્યો માં તમને કઈ નહીં સમજાય આ બધાં ગ્રંથો બાબતમાં... મને આ બધી વાર્તાઓમાં