પ્રેમ કહાની...

  • 3.6k
  • 1
  • 1.2k

દિવાળીની રોશની ઝગારા મારતી હતી, ફુલઝરો નાં ફુવારા ઉડતાં હતાં, બોમ્બના અવાઝો કોઈકને ગમતા તો કોઈકને ભયાનક લાગતા હતા એવું જ કંઈક સારસ સાથે થઈ રહ્યું હતું. આજે દિવાળીની મજા માણવા માટે સારસ નાં ઘરે બધા ભેગાં થયા હતા, પોટલોક રાખ્યો હતો, અવનવી વાનગી બનાવીને બધાં લાવ્યાં હતાં, રસાસ્વાદ માણતા માણતા વાતોના તડાકા ચાલું હતાં, નવાનવા કપલ બનેલાં પહેલી દિવાળીને લઈને ઉત્સાહમાં હતાં, થોડીવારે પ્રેમીપંખીડાઓ એકાંત નો લાભ લઈને ભરપૂર પ્રેમ માણતા હતાં, આ જોઈને સારસ ને એની પહેલી દિવાળી સુશી સાથેની યાદ આવી ગઈ અને ભૂતકાળમાં બનેલી ઘટનાથી અત્યારે એનામાં મોઢામાં મીઠી ખુશ્બૂદાર કડવી મીઠી વાતો યાદ આવી ગઈ,