રમૂજ: લગાડવા જેવો ચેપ! – દિવ્યેશ ત્રિવેદી

  • 3k
  • 1.1k

સમ્રાટ સિકંદરની પ્રકૃતિ ઘીર-ગંભીર હતી. એ ખૂબ વિચારશીલ હતો. એનો ભાગ્યે જ કોઈ નિર્ણય આડેધડ રહેતો. છતાં એના વ્યક્તિત્વ પર આ લક્ષણોનું જરાય ભારણ વર્તાતું નહોતું. એના ચહેરાની રેખાઓ ભાગ્યે જ તંગ જોવા મળતી. યુધ્ધના મેદાનમાં પણ એ વ્યક્તિત્વની હળવાશને જાળવી રાખતો. નિરાંતના સમયમાં વાતો ચાલતી હોય ત્યારે સિકંદર પોતાના સાથીઓ અને દરબારીઓ સાથે હળવી રમૂજ પણ કરી લેતો. મોગલ સલ્તનતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ બની રહેલો અકબર બાદશાહ પણ એવો જ ધીરગંભીર અને વિચારશીલ હોવા છતાં એના વ્યક્તિત્વમાં ગજબની હળવાશ હતી. અકબરને પણ રમૂજ ગમતી. એના દરબારનું એક રત્ન એટલે બિરબલ. અકબરને બિરબલની બુધ્ધિ અને ચતુરાઈ