આઇ હેટ યુપ્રકરણ-9 નંદીનીને મળ્યાં પછી રાજની મંમી ખૂબ ખુશ હતી. રાજે ખૂબ સરસ છોકરી પસંદ કર્યાનો સંતોષ હતો. એમણે રાજને કહ્યું મારાં દીકરાએ સરસ છોકરી પસંદ કરી છે મારાં તમને બન્નેને ખૂબ આશીર્વાદ છે. રાજ પણ મંમીની ખુશી અને આશીર્વાદથી ખૂબ આનંદીત થયો એણે કહ્યું મંમી તમને નંદીની ખૂબ પસંદ આવી છે તો પાપાને પણ પસંદ આવશેજ. નંદીની દીલમાં આનંદ ભરી રહી હતી પોતાનો પ્રેમ જાણી અને એની મંમીનાં આશીર્વાદથી પ્રેમમાં સ્વર્ગવિહાર કરવા લાગી એણે રાજની મંમીને કહ્યું માં પણ ખૂબ ખુશ છું તમારાં આશીર્વાદ મળ્યાં પછી મને પણ ખૂબ આનંદ થયો. રાજ માટે હું રાહ જોઇશ અને એં