ખૂટતી કડી

(14)
  • 3.5k
  • 1
  • 1.1k

ખૂટતી કડી " પારસ, ધ્યાન રાખજે આજે થોડું. આપણી ચેનલની ઈજ્જત હવે તારા હાથમાં છે. " એબીસી ચેનલના વાઇસ પ્રેસિડેન્ટ મિ પરાગરા આજે આમતેમ આંટો મારી રહ્યા હતા. એ.સી. કેબીન હોવા છતાં તેમને પરસેવો ઉતરી રહ્યો હતો. " સર, તમે આવું બધું બોલીને મને વધારે હેરાન ન કરો. હું ઓલરેડી ટેન્શનમાં છું." " હા, સારું સારું. ખોટું ટેન્શન ન લે. બધું ઠીક થઇ જશે. કશું મોકલાવું તારી માટે. ઠંડુ - ગરમ કંઈક ?" " ના, ચાલશે. હું કહી દઈશ પટાવાળા કાકાને. હમણાં જરા ફરી આ સ્ક્રિપ્ટ વાંચી જાઉં છું. છેલ્લા ટાઈમ પર ક્યાંક લોચા ના પડે. " માથા પર હાથ