સ્ત્રી સંઘર્ષ...ભાગ 5

(18)
  • 6.2k
  • 1
  • 2.3k

દવાખાનામાં સૌ કોઈ કવિતા ને મળવા આવી ચૂક્યું હતું. આવનારા બાળક ને સૌ કોઈએ વધામણી સાથે વધાવી લીધું હતું પરંતુ ઘરની જવાબદારી અને કામમાં કોઈએ રેખા ઉપર ધ્યાન આપ્યું ન હતું. તે હજી સુધી કવિતા અને બાળક ને મળવા આવી ન હતી અને આ વાત કોઈની નજરમાં આવી ન હતી. જાણે કે ઘરમાં છે જ નહીં. સવારથી લઈને સાંજ સુધી સૌ કોઈનું ઘરમાં ધ્યાન રાખતી રેખા અત્યારે કોઈ માટે હતી જ નહીં. નામકરણ વિધિ અને છઠ્ઠી પૂજા નું ઘરમાં આયોજન થયું. કિરણબેન એ તો જાતે જ બધાને આમંત્રણ