ચોર્યાસી ... પોતાના અંગુઠા વડે વરુણની બંને આંખોના આંસુ લૂછ્યા. “થોડી મૂંઝવણ પછી મને એટલી તો ખબર પડી ગઈ કે આ આંસુ કોઈ આનંદના સમાચાર લઈને આવ્યા છે કારણકે તમારા ચહેરા પર સ્મિત છે. પણ હું સાચી છું કે નહીં એ તો તમારે એ સમાચાર મારી સાથે શેર કરીને જ સાબિત કરવું પડશે. બોલો વરુણ, એવા તે કેવા સમાચાર તમને મળ્યા કે તમે એ આનંદને રડીને જ વ્યક્ત કરી શક્યા?” સુંદરીની ભાવવહી આંખો હવે વરુણની આંખોમાં જોઇને બોલી રહી હતી. “હું ઇન્ડિયા માટે સિલેક્ટ થઇ ગયો છું. નવ વર્ષનો હતો જ્યારથી દરરોજ વહેલી સવારે હું પ્રેક્ટિસ કરવા માટે ઘરેથી