પરિવર્તિત રંગસૂત્ર

  • 4.2k
  • 1
  • 1.5k

સવારે પરોઢિયે લગભગ ૪:૩૦ કલાકે યશ નો મોબાઇલ રણકે છે. યશ ગાઢ નિદ્રા માંથી જાગી ને ફોન ચેક કરે છે, તો આ ફોન તેની સાથે તેની જીવ વિજ્ઞાન ની પ્રયોગશાળા માં કામ કરતી નિશા નો હોય છે. યશ આવા વિચિત્ર સમય એ આવેલા ફોન કોલ થી આશ્ચર્ય પામી ને ત્વરિત જવાબ આપે છે.ફોન ઉચક્તાં ની સાથે જ સામે થી ખૂબ ડરી ગયેલા આવાજ સાથે નિશા બોલે છે “ યશ, તું જલ્દી થી અહીંયાં આવી જા, મને કશું જ સમજાતું નથી કે હું શું કરું અહીં ખૂબ જ મોટી ગરબડ થઈ ગઈ છે.” યશ તેને શાંત પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે