ચૌદ લોકના સ્વામીમુખ્ય વૈજ્ઞાનિક શ્રીધરન ખુશ થઈ ગયા. એમની બાહ્ય સંદેશ મોકલતી ટીમે એમના અલ્ટ્રાહાઈ ફ્રિકવન્સી રડાર પર કોઈ સુરીલો અવાજ પ્રતિઘોષિત થતો સાંભળ્યો, રેકોર્ડ કર્યો અને ફરી ફરી દોહરાવ્યો.“આશરે એક હજાર પ્રકાશવર્ષ દૂર. આપણાં સુપર કોમ્પ્યુટરોએ અંતર ગણી આપ્યું.” ભૌતિક શાસ્ત્રી શ્રી લાકડાવાલાએ કહ્યું.એમની ટીમ આ પ્રોજેકટ પર વર્ષોથી કામ કરી રહી હતી. આ અવાજ તેમણે મોકલેલા ઓમ અને બીજા હેલો, નમસ્તે, સાયોનારા અને બીજા વિવિધ ભાષાના ગ્રીટિંગનો જવાબ હતો.વાંસળીના સુરો જેવો સુરીલો, ક્યારેક મોટો શરણાઈ જેવો ક્યારેક તીણી વ્હીસલ જેવો. કોઈ બોલીમાં સંદેશો હોય તેમ લાગતું હતું.શ્રીધરન સાહેબે અવાજનું પ્રતિબિંબ એક ચોક્કસ પેટર્નમાં જીલ્યું. એ પેટર્ન અનાયાસે સામેની