The Next Chapter Of Joker - Part - 11

  • 4.2k
  • 2.4k

The Next Chapter Of JokerPart – 11Written By Mer Mehul(વર્તમાન) બાપુનગર પોલીસ સ્ટેશન બહાર મિડિયાનો જમાવડો હતો. ગઈ કાલની આગળની રાત્રે એક ઘટનાં બની હતી જેને કારણે પોલીસ તંત્ર એક્ટિવ થઈ ગયું હતું. રમણિક શેઠ નામનાં વ્યક્તિની બહેરહમીથી હત્યા કરવામાં આવી હતી. ઘટનાં કંઈક આવી રીતે બની હતી, એ રાત્રે બાપુનગર ચોકીનો ચાર્જ હિંમત ત્રિવેદી નામનાં સબ ઇન્સ્પેક્ટર પાસે હતો. હિંમત ત્રિવેદી અને તેનો સાથી કોન્સ્ટેબલ કેયુર ચાવડા બહાર પેટ્રોલીંગ માટે ગયાં હતાં. એ જ સમયે ચોકીમાંથી એક કૉલ આવે છે. સાગર તડવી નામનાં કોન્સ્ટેબલને એક રેન્ડમ કૉલ આવેલો અને કૉલમાં રમણિક શેઠ નામનાં વ્યક્તિની હત્યા થઈ હોવાની