અપરાધ - 6 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(22)
  • 3.7k
  • 2
  • 1.5k

અપરાધ- 6 (આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં અનંત પર તેના જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.)હવે આગળ...બરાબર પોલીસ સ્ટેશન પાસે આવીને જીપ ઉભી રહી. કોન્સ્ટેબલ જાની અને દિવાકરે અનંતને નીચે ઉતાર્યો. તેના હાથમાં હાથકડી પહેરાવેલી હતી. અનંત તો હજી આ એક અત્યંત ખરાબ સ્વપ્ન છે કે પછી હકીકત એ જ નહોતો સમજી શક્યો. પોલીસ સ્ટેશન બહાર મોટી માત્રામાં ભીડ જમા હતી. આખા વડોદરા શહેરમાં આ સનસની ખેઝ સમાચાર પહોંચાડવા માટે તમામ ન્યૂઝ ચેનલના રિપોર્ટર્સ પોતપોતાના કેમેરામેન સાથે હાજર હતા. રાકેશભાઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ