સાગરસમ્રાટ - 8 - ર્નાટિલસ

(16)
  • 3.1k
  • 2
  • 1.2k

ર્નાટિલસ અમે ઊભા થયા. તે ઓરડામાંથી તેની પડખેના બીજા ઓરડામાં કૅપ્ટન નેમો મને લઈ ગયો. તે ઓરડો પુસ્તકાલયનો હતો. મોટા ઊંચા ઘોડાઓ ઉપર એકસરખી બાંધણીનાં પુસ્તકોની કતાર લાગી ગઈ હતી. ચારે ભીંતો પુસ્તકોથી ભરી હતી. ઘોડા ઉપર ચડવા માટે વચ્ચે નાની નાની સીડીઓ અને ઓરડાની વચ્ચે ટેબલો અને ખુરશીઓ પડ્યાં હતાં. તેના ઉપર થોડાંએક છાપાંઓ પણ હતાં. છાપાંઓ છેક જ જૂનાં હતાં. ચાર વીજળીની બત્તીઓથી આખો ઓરડો પ્રકાશિત હતો. હું આ બધું જોઈને આભો જ બની ગયો. મને આ બધું સ્વપ્ન જેવું લાગ્યું. થોડી વારે હું બોલ્યો કેપ્ટન સાહેબ ! દુનિયાના કોઈ પણ રાજમહેલના પુસ્તકાલયને શરમાવે