સાગરસમ્રાટ - 7 - કેપ્ટન નેમો

(16)
  • 3k
  • 1.4k

કેપ્ટન નેમો એ શબ્દો બોલનાર આ વહાણનો ઉપરી હતો. નેડ પણ આ શબ્દો સાંભળતાં જ ચમકીને ઊભો થઈ ગયો, એટલો તેના શબ્દોમાં સત્તાનો પ્રભાવ પડતો હતો. નેડના પંજામાંથી છૂટેલો પેલો નોકર કૅપ્ટનના ઇશારાથી બહાર ચાલ્યો ગયો. નેડલૅન્ડના આ તોફાનનું શું પરિણામ આવશે તેની રાહ જોતાં અમે ઊભા. કેપ્ટન પણ અમારા ટેબલ પર એક હાથ મૂકીને અમારી સામે શાંત નજરે જોતો ઊભો રહ્યો. થોડી વાર સુધી શાંતિ ફેલાઈ; પછી શાંત અને ગંભીર અવાજથી કૅપ્ટન બોલ્યો : 'ગૃહસ્થો ! હું બધી ભાષાઓ સારી રીતે બોલી શકું છું. મેં પહેલી વખતે તમારી સાથે જાણી જોઈને વાતચીત નહોતી કરી. ફક્ત