આ શું ચોરી છે?? - 3 - છેલ્લો ભાગ

  • 3.4k
  • 1
  • 1.4k

પણ અમે એ મંદિરે પહોંચ્યા ઘણું જૂનું હતું એટલે બધાં ના મગજ માં થી.. નીકળી ગયું હતું અમે જેમ પોલીસ આજુ બાજુ પૂછ પરછ કરે તેવી રીતે આજુ બાજુ આ નાનકડી ડેરી ની આસપાસ ફર્યા પણ કંઈ સૂઝ્યું નહી પણ થોડી વાર માં યશરાજ ને એક નાની એવી સાવ મંદિર ને અડકીને એક નાનકડી ચોરસ લોખંડ ની બંધ પેટી જેવું કંઇક દેખાયું...જેવી રીતે ભક્તને ભગવાન મળ્યા હોઈ તેમ બધાં તેને નીરખીને જોવા લાગ્યા અને પ્રેમ થી ભેટી પડ્યા એ પેટી ને જોર થી 5 થી 6 વાર કળા મારી ને તાળું તોડ્યું અંદર એક રસ્તો જતો હતો